STORYMIRROR

Ishani A.

Romance

3  

Ishani A.

Romance

એટલે તું

એટલે તું

1 min
819

મારા પ્રેમની મોસમનો પહેલો વરસાદ, એટલે તું...

પાનખર પછીની વસંત, એટલે તું...


દોસ્તી પછીનો પ્રેમ, એટલે તું...

પ્રેમ સાથેની દોસ્તી, એટલે તું...


મારી રોજની મનગમતી વાત, એટલે તું...

મારા રુદન પછીનું હાસ્ય, એટલે તું...


મારા અસ્તિત્વનો આકાર, એટલે તું...

મારા શમણાંની સલૂણી સાંજ, એટલે તું...


મારી નિશાંત રાતનો ઓથાર, એટલે તું...

મારા શબ્દોની વાચા, એટલે તું...


મારા વિચારની પરાકાષ્ઠા, એટલે તું...

મારા કાવ્યનો ભાવાર્થ, એટલે તું...


મારી મંઝિલનો સાથ, એટલે તું...

મારી ઉગતી સવારનો પહેલો વિચાર, એટલે તું...


મારા સમર્પણનો સાર, એટલે તું... 

વધારે તો શું કહું,

મારા સમગ્ર અસ્તિત્વનો પર્યાય, એટલે તું...


Rate this content
Log in

Similar gujarati poem from Romance