STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

એનો ચહેરો છેતરામણો નીકળ્યો

એનો ચહેરો છેતરામણો નીકળ્યો

1 min
9

પથ્થર દિલને દિલમાં વસાવવાનો શોખ અમને ભારે પડ્યો,

પારકાને પોતાના માની લેવાનો વિશ્વાસ જ અમને ખૂબ નડ્યો.


કંટક ભરેલા પથને ફૂલોની સેજ સમજી ચાલી નીકળ્યા,

ઝરણા નીર સમજી અમે દોડ્યા આખરે એજ તો નકામા ઝાંઝવા નીકળ્યા.


થોડું ચાલ્યા સાથે તો લાગ્યું કે કોઈ સુંદર સહારો મળ્યો,

જોને એને જ મધદરિયે અમારો હાથ અને સાથ છોડ્યો.


જોઈ એને અમને લાગ્યું કે આંખોને કોઈ સુંદર નજારો મળ્યો,

પણ જોને એનો જ ચહેરો છેતરામણો નીકળ્યો.


અમને તો લાગ્યું કે કોઈ દર્દમાં ભાગ લેનારો મળ્યો,

પણ અમારો દરેક સહારો દર્દ દેનારો નીકળ્યો.


ચાહત સમજી વસાવ્યા હતા જેને અમે અમારા નયનમાં,

જોને આખરે એજ તો બેગાનો નીકળ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy