એની યાદમાં સઘળું વિસરીયે
એની યાદમાં સઘળું વિસરીયે
મેઘ ધનુષ્ય પાસેથી રંગો લઈ અમે આભે નામ એનું ચીતરીએ,
પ્રેમમાં પાગલ થયા એવા કે એની યાદમાં સઘળું વિસરિયે !
પ્રેમમાં એના મળી છે અમને શબ્દોની અઢળક સૌગાદ,
જોને એટલે જ આમ એના નામે ગઝલ અમે રચીએ.
એના પ્યાર થકી આવી છે વસંત મારા જીવનમાં,
જોને એટલે જ તો કેસુડાના જેમ અમે ખીલીએ.
ખાલીપો સુનો અમારો રણકાય એના ઝાંઝરના ઝણકારથી,
જોને પાનખરમાં પણ લીલી ડાળી બની અમે તો મહોરીએ.
પ્રેમમાં એના પાગલ એવા થઈ ગયા અમે કે,
જેમ ફૂલ ભીંજાઈ ઝાકળથી, એમ અમે એના પ્રેમથી ભીંજાઈએ.

