એને જ પ્રેમ કહેવાય
એને જ પ્રેમ કહેવાય
તકલીફમાં તું હોય અને દુઃખ મને થાય,
કદાચ એને જ પ્રેમ કહેવાય,
તબિયત તારી ખરાબ હોય અને મારું આ દિલ ઉદાસ થાય,
બસ કદાચ એને જ પ્રેમ કહેવાય,
રીસાયેલા અમે બંને એકબીજાથી હોય, અને જમવાનું અમારાં બંનેના ઘરે વધે,
બસ કદાચ એને જ પ્રેમ કહેવાય,
ગુસ્સો તું મારા પર કરે કે હું તારા પર કરું અંતે આંખો બંનેની ભીંજાય,
બસ કદાચ એનેજ પ્રેમ કહેવાય.

