એને બેપનાહ ચાહવું છે
એને બેપનાહ ચાહવું છે
માંદા થયેલા સંબંધોને સાજા કરવા ઝૂકવું છે,
બસ પોતાના લોકો સાથે આનંદથી ઝુમવું છે.
દુઃખ, દર્દ, પીડા, વ્યથાઓ દૂર કરવા એની,
બસ વ્હાલથી એનું માથું મારે ચૂમવું છે.
તારું મારું નફરત ઈર્ષ્યા બધું ભૂલી જઈ,
બસ મારે એને બેહદ બેપનાહ ચાહવું છે.
લઈ હાથમાં હાથ સઘળું દર્દ દૂર કરવું છે,
બસ એનું પ્રેમાળ હૈયું મારે પામવું છે.
દેશ વિદેશની યાત્રાઓ મને કરવી નથી,
બસ એના પ્રેમાળ હૈયા સુધી પહોચવું છે.
જીદ કે વટ પ્રેમમાં મને કરવો ગમતો નથી,
બસ સાચો સ્નેહ મેળવવા થોડું નમવું છે.