ચાતક
ચાતક


નથી સુગંધનો સૌદાગર .
પણ, નાનો અમથો ફાયો આપી જો મને,
પમરાટ નો સૌરભ-સાગર પાછો વાળું તને.
આમતો, ઉજ્જડ - વેરાન રણ છું, છતાંય
સુક્કાં, તરસ્યા હોઠોની તૃષા આપીદે મને,
આજીવન અમૃત-જળે નવડાવું 'રે હું તને !
છું સાવ સુક્કો-ભટ્ઠ જો કે, તો'યે
પ્રેમભીનો સ્પર્શ, માત્ર ઉછીનો આપ મને,
'ને બદલે આખે-આખાં ચોમાસાં આપું તને.
સાવ કોરો-કટ્ટ છું છતાં પણ,
વાસંતી રંગ-લસરકો, દે જીવનપટ પર મને,
સકળ સૃષ્ટિનાં રંગ-કોષો દૈ દઉં સુવાંગ તને.
હે પ્રિયંવદે, જો એમનું કંઈ પણ બને,
તૃપ્ત થૈ જાઉં, સ્વર્ગે'ય ન ખપે મને !