દ્રુત મન
દ્રુત મન


પેલા વાદળ કરે છે શોર, જો ને ઘટા કેવી ઘનઘોર..
મને તારી યાદ સતાવે..
બોલે મોર પપીહા ચહૂ ઓર, કરે મેઘ ગર્જના જોરશોર..
મને તારી યાદ સતાવે...
મેહુલો ભીંજવે જો ને મારું તન...
મળવા ને થાય વિહ્વહ મારુ મન,
મને તારી યાદ સતાવે...
આ વરસાદી ઠંડી સાંજ,
જગાડે મનમાં કાઈ ઉન્માદ,
મને તારી યાદ સતાવે...
આશ તું રહે જીવનભર સાથ..
દિલ પર "યાદો ના પલ" નો ભાર..
મને તારી યાદ સતાવે...