વિરહની વેદના
વિરહની વેદના


મૂશળધાર વરસાદમાં સજન યાદ તારી પજવતી,
કાળા ડિબાંગ વાદળને વળી વીજ આભ ગજવતી,
વરસાદી છાંટણા જાણે અંગ-અંગ મારું દઝાડતા,
નિહાળવા મુખ તારું જોને આંખ મારી તરસતી,
રંગબેરંગી પતંગિયા ડાળ-ડાળ પર કેવા ઊડતા,
વરસાદી સાંજે પિયુ સંગ સહેલી મારી હરખતી,
તુજ વિના સાથી અષાઢની હેલી મને ડંખ કેવા દેતી,
સહેવાયના આ દૂરી હવે હર આહ મારી તડપતી,
એક-એક પળ હવે લાગે મને જાણે યુગ સમી, તારા વિનાની સઘળી રાત જોને મારી સળગતી,