STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

એના થકી સુંદર છે મારી હસ્તિ

એના થકી સુંદર છે મારી હસ્તિ

1 min
107

પ્રેમમાં પાંખો હતી એની પાસે,

વિશ્વાસની પાંખો, ભરોસાની પાંખો,

લાગણીની પાંખો, પરવાહની પાંખો,


એના થકી ખુશીના ગગનમાં વિહરતી,

આકાશે ઊડી તારલા સાથે મૈત્રી કરતી,

ચાંદનાં ઉજાસને આંખોમાં ભરતી,

પોતાની ઓઢણીમાં તારલા જડાવતી,


જઈ બાગે આખો દહાડો ફરતી,

પંખીઓ સંગ ગીત ગાતી,

વાયરા સંગે વાતો કરતી,

ફૂલની જેમ મહેક પ્રસરાવતી,

અલ્લડ નદીની જેમ બે કાંઠે વહેતી,


મીઠી મધુરી મુસ્કાન એ આપતી,

હૈયાને પ્રેમની ભીનાશ એ આપતી,

હાથમાં હાથ પકડી મેળામાં મહાલતી,

ખુશીઓ સંગ ઝૂમતી,

આનંદમાં આકાશને ચુમતી,

બેફિકર અલ્લડ થઈને ભમતી,

મારા રૂદિયાને ખૂબ ગમતી,

જાણે બેફિકર બની ગરબે ઝૂમતી !


એને મળી પ્રેમમાં સહકારની પાંખો,

સફળતાના ગગનમાં એ ઊડતી,

એની ઓઢણીમાં તારલા એ જડતી,

હાથમાં હાથ ઝાલી પ્રકૃતિમાં મહાલતી,

મારી આંખોમાં સપનું થઈ તે વસતી,

એના થકી જ સુંદર છે મારી હસ્તી,

મારા દિલડાને એ ખૂબ જચતી,

વરસાદમાં એ મયુરની જેમ નાચતી,

બસ મને એક શહેઝાદાની જેમ એ રાખતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance