એના રંગે રંગાઈ ગઈ
એના રંગે રંગાઈ ગઈ
એના રંગે હું રંગાઈ ગઈ,
પ્રેમની પરિભાષા મને સમજાઈ ગઈ,
દોસ્ત બની આવી એ જીવનમાં,
મારી હર એક વાતોમાં એ વણાઈ ગઈ,
ખુશીઓની આખી વસંત લઈને આવી એ,
જ્યારે ઉદાસીમાં હું ઘેરાઈ ગઈ,
હતી કંટકભરી ડગર મારી,
રાહ પર પુષ્પ બની પથરાઈ ગઈ,
બસ થોડો પ્રેમ જતાવી એ,
મારાં દિલ દિમાગમાં છવાઈ ગઈ,
સાવ વિરાન હતી મારી જિંદગી,
સંગીતના સાત સૂર બની રેલાઈ ગઈ,
રંગો વિહીન હતું મારું જીવન આકાશ,
મેઘધનુષ્યના સાત રંગો બની એ ફેલાઈ ગઈ.

