STORYMIRROR

Kalpesh Vyas

Romance Others

3  

Kalpesh Vyas

Romance Others

એમની આંખો

એમની આંખો

1 min
522

એમની આંખો ક્યારેક,

અમૃત ભરેલી ગાગર લાગે છે, 

તો ક્યારેક માપી ના શકાય,

એવો ઊંડો સાગર લાગે છે.


એ આંખોની મીઠાશમાં,

જે લોકો ડૂબી ગયા, 

એમની માટે એ આંખો,

અમૃત સમુદ્ર બની ગઈ. 


અને આંખોની વધુ ક્ષારતા થકી,

જે તરતા રહ્યા,

એમની માટે એ આંખો,

મૃત સમુદ્ર બની ગઈ.


અમે એમની આંખોને,

બસ નિહાળતા જ રહ્યા,

ડૂબી પણ ના શક્યા,

અને તરી પણ ના શક્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance