એકતાને મજબૂત કરતા રહેજો
એકતાને મજબૂત કરતા રહેજો
વતનથી જોજનો દૂર ભલે રહો,
ગુજરાતી એકતાને મજબૂત કરતા રહેજો.
વતને આવો કે ના પણ આવો હવે,
વતનને યાદ સદા કરતા રહેજો.
મળાય કે ના પણ મળાય હવે,
ભાવના નિત્ય વહાવતા રહેજો.
નિવાસી - બિનનિવાસી ભેદ સર્વે ભૂલી,
ગુજરાતી એકતાને મજબૂત કરતા રહેજો.