એકલતામાં મળી જુઓ
એકલતામાં મળી જુઓ
પપ્પા પણ રડતા હશે,
જ્યારે મને લડતા હશે.
એ ક્યારેય બોલે નહીં,
તકલીફોને ભલે મળતા હશે.
પપ્પા બનતા જ પોટલું,
જવાબદારીઓનું ભરતા હશે.
તોય કપરા ને કઠોર લાગે,
કઠણ કેમ કરી બનતા હશે ?
ક્યારેક એકલામાં મળી જુઓ,
ઘણું કહેવા ઇચ્છતા હશે.
પોતાનું વ્યક્તિત્વ વસવું કરી,
અસ્તિત્વ પપ્પાનું સર્જતા હશે.