એકલતા
એકલતા


ક્યારેક મળતા
ત્યારે તારા
બાહુપાશમાં હુ લપેટાતી
અને મારી એકલતાને
તુ દૂર મૂકી આવતો
અને તારામાં
હુ ઓળઘોળ થઈ જતી.
વળી તારા નયનોમાં
જોતી જોતી હું
શૂન્યમાં સરી જતી
થોડી શરમ અને
થોડી મૌન આ આંખડી
મારી અને તારી
ઘણુ બધુ કહી જતી
અને સમયના
વહેણમાં હું સરી જતી.