STORYMIRROR

Krishna Mahida

Tragedy

3  

Krishna Mahida

Tragedy

એકલતા ઘડપણની

એકલતા ઘડપણની

1 min
246

કેવી કોરી ખાય છે એકલતા ઘડપણની,

જાણે ભૂલાતી હોય બધી રીત સગપણની.


ઝઝૂમતા રહ્યાં જિંદગીભર સપના પૂરા કરવા.

હારી ને થાકી ગયા, ના આંગળી ઘડપણની.


પડછાયા બની સૌની સંભાળ લેતા રહ્યાં,

હવે બધી લાગણીઓ ધોવાઈ રહી ઘડપણની.


પ્રેમ બધાનો ઓસરી જાય, હળધૂત કરે કોઈ,

શોધે સાથ બધાનો વ્યર્થ, લાચારી ઘડપણની,


હાજરી અમારી ખટકે છે, હવે એકાંતના ખૂણે

સાચો સાથ બીમારીનો વાતો કરુ ઘડપણની


સમય આપ્યો બધા માટે, સમય નથી મારા માટે

હવે સાચી સાથી બની છે, મારી લાકડી ઘડપણની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy