એકલો
એકલો
કોઈની ટક ટક ગમે નહીં
એકલો રહું એકલો ગમે મને,
હા.. કોઈ મિત્ર, કોઈ સ્વજન
આવે તો ગમે મને પણ
ગમે તેમ બોલે તો, મને ગમે નહીં,
એકલો રહું એકલો ગમે મને
મારી મસ્તીમાં જીવન જીવું
પોતાની મરજી પ્રમાણે વર્તુ હું,
ઘણાંને ગમે ભીડભાડ બહુ
મને તો એકલો રહેવું ગમે બહુ,
કોઈ કહે મને કેવું જીવો છો ?
તો જવાબ આપું મસ્ત રીતે,
એકલો રહું એકલો ગમે મને,
એકલા જીવવામાં ડર નહીં
ઈશ્વરનો લાગે ડર ખરો,
આવ્યા હતા એકલા આપણે
એકલા જ તો જવાનું છે,
એકલો રહું એકલો ગમે મને.
