STORYMIRROR

Isha Kantharia

Tragedy Inspirational

4  

Isha Kantharia

Tragedy Inspirational

એકલો માનવી

એકલો માનવી

1 min
298

પારકાંને ખાતર પોતાનાંને ભૂલ્યો છે આ માનવી,

ડગલે ને પગલે અભિમાનમાં ફર્યો છે આ માનવી,


આજે સંબંધો તો ક્ષણે ક્ષણે તૂટતા દેખાય છે,

કેમકે, વાણી પર સંયમ રાખવાનું ભૂલ્યો છે આ માનવી,


કમાઈ ભલે ને હોય પંદર કે વીસ હજારની છતાંય,

બાપદાદાના રૂપિયા પર કૂદતો દેખાયો છે આ માનવી,


મારું મારું કરવામાં લોહીના સંબંધોને મારી નાખ્યા,

પૈસાના જોરે સમાજમાં ખૂબ નાચ્યો છે આ માનવી,


"સરવાણી" મને કોઈની જરૂર નથી, હું સશકત છું,

એવું વિચારી અંતે એકલો રહી ગયો છે આ માનવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy