STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

એકલો છોડી તું જાતી નહીં

એકલો છોડી તું જાતી નહીં

1 min
231

ચાંદની રાતે તું મુજને મળવાને આવી,

પ્રેમભરી નજર મારી તુજ પર મંડાણી,

મન મંદિરમાં પ્રેમની શરણાઈ રેલાણી, 

મુજને એકલો છોડી તું જાતી નહીં. 


સુંદર સૂરત તારી લાગે છે રૂપાળી,

નિરખીને લાગણી મારી ઉભરાણી, 

તે જોઈને ચાંદની પણ શરમાણી,

મુજને એકલો છોડી તું જાતી નહીં. 


આજની રાત છે રઢીયાળી મતવાળી,

ચાલ લાગે છે તારી અતિ નખરાળી, 

પાયલની છૂમ છૂમ મુજને નચાવનારી,

મુજને એકલો છોડી તું જાતી નહીં. 


ઝૂલ્ફો તારી હવામાં ફરરર લહેરાણી,

રેશમની કાયા તારી લાગે લજામણી,

યૌવનની અંગડાઈ તારી લાગે નિરાળી,

મુજને એકલો છોડી તું જાતી નહીં. 


ન રહે મુજથી દૂર ઓ વાલમ મારી,

તું છો મુજને સપનામાં સતાવનારી,

"મુરલી" ના દિલમાં છબી છે તારી,

મુજને એકલો છોડી તું જાતી નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance