STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

એકાદ ટશર.

એકાદ ટશર.

1 min
26.3K


એકાદ ટશર હર્ષતણી મુખમંડળે લાવી દે,

ને છૂપાયેલાં હાસ્યને ચ્હેરા પર ફરકાવી દે.

સુખ-દુઃખ લાભ-હાનિ જીવતર જગતનું, 

એમાંથી આનંદની પળો તું છલકાવી દે.

આવક- જાવકને બેંક બેલેન્સ ચાલ્યા કરે,

નીરક્ષીર બની સારું તારું અપનાવી દે.

આજની ઘડી કરવાની છે રળિયામણી,

વ્યથા ગઈકાલની સઘળી તું ભૂલાવી દે.

સમય નથી થયો સિકંદર જેવાનો પણ,

સમય મિજાજે કૌશલને અજમાવી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational