એક યાદગાર સાંજ
એક યાદગાર સાંજ


એક વખતની આ વાત છે,
વર્ષો પહેલાની આ વાત છે,
હું હતો, એ હતી, સાંજ હતી,
દરિયાકિનારે અમે બેઠા હતા,
સાગરમાં ડૂબકી લગાવતા કેસરી,
સૂરજને હું ધ્યાનથી જોઈ રહેલો,
સૂરજને ખુદમાં સમાવી લેતા ભૂરા,
સાગરને એ ધ્યાનથી જોઈ રહેલી,
પછી મે એનીતરફ નિરખીને જોયું,
અને એણે પણ મને નિરખીને જોયું,
એકબીજાની આંખોમાં જોઈને,
જાણે બન્નેના મન ખોવાઈ ગયા,
મારી પાપણો પણ સાવ સ્થિર હતી,
એની પાપણો પણ હલતી નહોતી,
અચાનક કંઈક કાને સંભળાયું ,
"રેવડી-ગંડેરી, કુલ્ફી, ભેલવાલા"