STORYMIRROR

SHEFALI SHAH

Romance

4  

SHEFALI SHAH

Romance

એક વાત...

એક વાત...

1 min
190

વાત એક મહેકતી રાતની છે,

ચાંદ તારા સંગ બારાતની છે,


એક હસીન મુલાકાતની છે,

ઈશારામાં થયેલી વાતની છે,


હાથમાં પરોવેલા હાથની છે,

હોઠથી હોઠના મિલાપની છે,


સુંવાળા, મોહક સ્પર્શની છે,

અલૌકિક એહસાસની છે,


રાતરાણીના સહેવાસની છે,

માદકતામાં ભાન ભૂલ્યાની છે,


આલિંગનમાં મળેલી હુંફની છે,

તારી મારી અનોખી પ્રીતની છે,


વાત એક એવી રાતની છે,

જીવનનો રુખ બદલાયાની છે,


સ્વપ્ન આંખમાં અંજાયાની છે,

નવજીવનના શરૂઆતની છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance