એક વાત લઈને આવ્યો છું
એક વાત લઈને આવ્યો છું
એક વાત લઈને આવ્યો છું,
તારે જે સાંભળવી હતી એ મીઠાશ લઈને આવ્યો છું..
રાહ જોતી તું જે દિવસની એ સોગાત
લઈને આવ્યો છું,
રાહ જોવામાં જે વિતાવ્યા દિવસો તે,
એની ખોટ પુરવા બસ એક વાત લઈને આવ્યો છું..
'ગેર-સમજણ'ની એ પળને દૂર કરવા,
'સમજણ'ની એક વાત લઈને આવ્યો છું...
યાદો ને યાદોમાં શમાવીને તારા માટે આ વાત લઈને આવ્યો છું,
ને કહેવા માટે તુંજને દિલથી બસ એક વાત લઈને આવ્યો છું..
શબ્દો ને કાગળ પર કંડારીને, મુખેથી કહેવા માટે..
હું આજે તારા માટે એક વાત લઈને આવ્યો છું.....
એ વાત ને કહેવા માટે આ કવિતા લઈને આવ્યો છું.

