STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance

3  

અજય પરમાર "જાની"

Romance

એક વાત કહું

એક વાત કહું

1 min
228

એક વાત કહું ? 

દુનિયા તો પહેલા હતી મારી

તમારા આવ્યા પછી રંગીન થઈ છે ! 


એક વાત કહું ? 

શબ્દો તો પહેલાથી હતા મારી પાસે, 

રચનાઓ તમારા આવ્યા પછી થઈ છે ! 


એક વાત કહું ? 

રાહ કેટલીય વાર જોઈ છે, 

તમારા આવ્યા વગર !


એક વાત કહું ? 

ઘણું હતું જીવનમાં તેમ છતાં, 

લાગતું કંઈક ખૂટતું તમારા વગર ! 


એક વાત કહું ? 

"જાની" તો પહેલાથી જ હતો આ દુનિયામાં, 

દુનિયા સમક્ષ થયો છે તમારા આવ્યા પછી ! 

એક વાત કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance