એક ટકોર અબુધને નામે
એક ટકોર અબુધને નામે
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ધરે, ચઢે, પડે સ્વ બળે
એજ તો કરી જાણે
પીઠ પાછળ ઘા અડે ખડે,
હોય ન જેમાં હામ કે
પીઠબળ નજીવું ય એ,
ન હોય મોકાપરસ્ત કદીયે,
કરવી ઘટે સલામ એને
કે જે થાય પરોણા પરાણે,
જાણી નવતલ વાતો એ
સરકી જાય અંધારી રાતે,
મરદ મુછાળો એક જે
ન ફરે, દૈ શબ્દ અજાણ્યાને !
વખાણી ખીચડી દાઢે વળગે,
કહેવતને દ્યે આંખ આડા કાને,
નહીં કરી જાણે હવેથી કોઈએ
વિશ્વાસ, સ્નેહ દાખવી છૂપનારને,
સત્ય ન કહેવું કદીયે અજાણ્યાને
રાખવી રહી યાદ શીખ, ટપારીને !