એક તરફી પ્રેમમાં
એક તરફી પ્રેમમાં
એક તરફી પ્રેમમાં મે તો સમજ્યો,
તારો પ્રેમ એક દિવસ તો મળશે જ.
આજ નહિ તો કાલ પણ તારો પ્રેમ,
આભાસ તો મને પાસ મળશે જ.
તું જ છે સંગ પ્રીત પિયુ એવું લાગી,
જાણે સૂકા પ્રદેશમાં પણ જાણે પાણી.
જ્યાં દોડી પ્રેમરૂપી તરસ છીપાવવા,
ત્યાં તો જાણ્યું મૃગજળમાં સમાણી.
પિયુ તારી પ્રીતમાં પાગલ આજ પણ સૂકા રણમાં,
તારા પ્રેમને પામવા મૃગજળ પાછળ દોડી.

