એક સ્ત્રી
એક સ્ત્રી
સુરજ સમી એક સવાર,
એટલે સ્ત્રી,
વેદનાને સંવેદના પર થાય અસ્વાર,
એટલે સ્ત્રી
કુદરતની કોખનો અનમોલ ખજાનો,
એટલે સ્ત્રી,
ક્યારે રણચંડી અવતાર,
ક્યારેક સોળે શણગાર,
એટલે સ્ત્રી,
ક્યાંક ઝાકળ ભીનું "ગુલાબ"
તો ક્યાંક અસ્તિત્વ કેરો "રુઆબ"
એટલે સ્ત્રી,
ક્યાંક ઝરણાંની મીઠી ધાર
ક્યાંક સાગર જેવી અપાર
એટલે સ્ત્રી.
