એક સંબંધ
એક સંબંધ
એક સંબંધ એવો જીવવો છે,
જે દિલ ને શાતા આપે...
બહુ બની બધાનો ટેકો,
કોઈ મને પણ ટેકો આપનાર મળે..
બહુ હસાવ્યા સહુને,
કોઈ બસ મારી જ સ્મિતનું કારણ બને..
સૌની ઉલઝનને સુલઝાવી છે,
કોઈ મારી પણ ઉલઝન ને સુલઝાવે...
સહુ કોઈની વાતો ને ધ્યાનથી સાંભળી છે,
કોઈ બસ મારી પણ વાતોને ધ્યાનથી સાંભળે..
બહુ બની સૌનો રડવા માટે ખભો,
કોઈ બસ મારો પણ ખભો બને..
ખરે, જ એક સંબંધની શોધ છે
જે દિલને શાતા આપે..