Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VARSHA PRAJAPATI

Inspirational

4.5  

VARSHA PRAJAPATI

Inspirational

એક શાળા ગામમાં

એક શાળા ગામમાં

1 min
241


પ્રેમની જ્યોતિ જલાવે એક શાળા ગામમાં,

જ્ઞાનની ગંગા વહાવે એક શાળા ગામમાં,


ઢોલને વાજિંત્ર તાલે રોજ થાતી પ્રાર્થના,

દાન વિદ્યાનું કરો, કરતાં પ્રભુને પ્રાર્થના,

ધૂનની રમઝટ જમાવે, એક શાળા ગામમાં,

જ્ઞાનની ગંગા વહાવે એક શાળા ગામમાં,


ખુદ નિચોવી જાતને, શિક્ષક ભણાવે વર્ગમાં,

બાળકો સૌ મોજથી, મૂલ્યો શીખે છે વર્ગમાં,

માતની માયા ભૂલાવે,એક શાળા વર્ગમાં,

જ્ઞાનની ગંગા વહાવે એક શાળા ગામમાં,


ધર્મ, ભક્તિ, કર્મની વાતો ભણે સૌ પ્રેમથી,

અંધશ્રદ્ધાને ત્યજી લોકો વળે શ્રદ્ધા ભણી,

ધર્મનું રક્ષણ કરાવે, એક શાળા ગામમાં,

જ્ઞાનની ગંગા વહાવે, એક શાળા ગામમાં,


જાતથી વ્હાલી અમોને એ અમારી શાન છે,

સૌ અમે સંતાન એનાં, એ અમારી માત છે,

સ્નેહનો દીપક જલાવે એક શાળા ગામમાં,

જ્ઞાનની ગંગા વહાવે, એક શાળા ગામમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational