એક સાંજ દરિયા કિનારે
એક સાંજ દરિયા કિનારે
કિનારો દરિયાનો હતો ને સાથ એનો હતો,
એમાં પણ એ સાંજની મધુરતા હતી !
હતો હાથમાં હાથ એનો હતો,
જાણે કે જગત આખું મારા સાથમાં હતું !
શીત પવનની લહેર હતી,
અને રેતીની મહેંક હતી !
દરીયાની એ ભીની રેતી પર લખ્યું હતું નામ એનું એવું કે,
દરિયાનું પાણી પણ એને ભૂસી ના શક્યું !
ત્યારપછી ઘણી સાંજો વિતાવી છે એ દરિયાકિનારે,
પણ એ એક સાંજ અદ્દભૂત હતી એ દરિયાકિનારે !

