STORYMIRROR

Jay D Dixit

Inspirational Tragedy

3  

Jay D Dixit

Inspirational Tragedy

એક મનછાન્દાસ : ગુરુવાર

એક મનછાન્દાસ : ગુરુવાર

1 min
27K


એક નજરને ઠારું છું હું દર ગુરુવારે,

અને જરા આગળ જાઉં,

તો બીજી ઘણી,

નજરો તાકે છે મને.

મને કીધું છે એમ કરું છું ગુરુ માટે,

કોઈ ભૂખ્યાનો હાથ,

અન્નથી ભરું છું,

અને મનમાં ગુરુ પ્રબળ બને છે.

પણ, ત્યાં જ ફરી એક બાળક મળે,

ભૂખ્યું, ગંદુ અને લાચાર,

એ હાથ ફેલાવે,

અને હું ચાલ્યો જાઉં એને અવગણીને.

અરે, મારા જેવો બીજો હશે,

જેનો ગુરુ નબળો હશે,

એ અપાશે,

એટલે આનો ય હાથ ને પેટ ભરાશે.

પણ, એ નજર મને બીજા,

ગુરુવાર સુધી દેખાય છે,

એ નજારો ગમે છે;

કારણ, આમ ગુરુ નામે કોઈ કોઈનું 

પેટ ભરે છે?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational