એક જ
એક જ
માળાના મણકા એકસો આઠ,
પણ મંત્ર એક જ,
એક આંગળીથી ઊઠેલા સવાલો અનેક,
પણ જવાબ એક જ,
જિંદગીની સફરના પગથિયા અનેક,
પણ મંઝિલ એક,
મનના વિચારો અનેક,
પણ આત્મા એક જ,
સૃષ્ટિમાં રંગો અનેક,
પણ સર્જનહાર એક જ,
માથે માથે માનવી અનેક,
પણ તેના શ્વાસનો વાયુ એક જ,
જીવન કાર્યોની કથની અનેક,
પણ જીવનનથી મરણ સુધીનો રસ્તો એક,
કર્મની સાથે જોડાયેલા બંધન અનેક,
પણ મુક્તિનો માર્ગ એક જ,
તું જીવ રૂપે અનેક,
પણ હું શિવ એક જ.
