એક હતો ચકો
એક હતો ચકો
એક હતો ચકો, એક હતી ચકી,
બેઉં એ સાથે રે'વાનું કર્યું છે નક્કી,
ચકો લેવા ઉપડશે પછી ધન,
ચકી રોજ રાખશે એનું બહુ ધ્યાન,
ખોબો વ્હાલ સંગાથે બેયનો સંબંધ જાશે ટકી..
એક....
રુસણા મનામણાં પછી એવા તો,
એકબીજાને ગમતી રમાશે પછી રમતો,
કોઈએક જીદ પોતાની દેશે મૂકી
એક...
