Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Fantasy Inspirational

3  

Hiten Patel

Fantasy Inspirational

એક ઘડી હોય

એક ઘડી હોય

1 min
245


પ્રભુ ! આવી જ એક ઘડી હોય, 

છમછમતી ઠંડીએ જલતી સગડી હોય !

ક્યહીંય વિષના કૂંડે, 

ઊગેલી પાનખર હોય,


વસંત તણી કૂંજે, 

એકાદ પીમળતી કૂંપળ હોય !

આર્તનાદતા ઉરે તણખા પડ્યા હોય, 

એકાદ ક્ષણે તે પથ્થરે ઘડ્યાં હોય !


વિરહના વનમાં,

અધૂરપના ડાળખાં હોય;

ક્ષણિક પલકારા થકી, 

સ્નેહી તરુવર-ઝૂમખાં હોય !


તરસી સીમ શા મુખે સિંધૂડો હોય, 

જો રસભર્યા જળનો એકાદ ઘૂંટડો હોય !

જીવન અંજલિએ, 

તિમિર તણી વાટ હોય,


ડૂસકાં ભરતી નિશાએ, 

ચાંદનીનો જો સાથ હોય !

પ્રભો ! અનમોલ એક ઘડી હોય, 

વેરાન તરંગે કવિતાની એકાદ કડી હોય !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy