એક એવો સમય હતો
એક એવો સમય હતો
એક એવો સમય હતો,
લોકડાઉન જેને કહેતા'તા..
જગતને જીતનારા માનવ પણ
વાયરસથી ડરીને જીવતા'તા.
કીડિયારું ઊભરાતું માનવોનું જ્યાં,
ત્યાં જ જવામાં ડરતા'તા,
અદ્રશ્ય એક જીવાણુંનો દાવ તો જુઓ,
એના કારણે લોકડાઉન લોકડાઉન રમતા'તા.
સારુ હતું એ પણ કે લોકો,
"ઘર" ને તો મળતા'તા..
બાકી તો મકાન બાંધ્યા જ હતા,
ને ભાગદોડ નું ભાડું ભરતા'તા.
આ જ સમય મળ્યો'તો જેમાં,
પરિવારના સ્વભાવ જાણ્યા'તા,
બાકી તો સૌથી પહેલા ઓફિસ,
પછી માંડ પતિ-પત્નિ મળતા'તા
ભલે કમાણી બંધ હતી પણ,
લાગણીનું પ્રોફિટ કરતા'તા,
વગર તહેવારે નવીનતમ,
વાનગીઓ આરોગતા'તા.
પૈસો જ બધું નથી જીવનમાં,
એવું હવે સૌ સમજતા'તા,
મોડે મોડે ભલે પણ,
મૂલ્યવાન જીવનને સાચવતા'તા..
એક એવો સમય હતો,
લોકડાઉન જેને કહેતા'તા..
જગતને જીતનારા માનવ પણ
વાયરસથી ડરીને જીવતા'તા.