એક એહસાસ છે પ્રેમ
એક એહસાસ છે પ્રેમ
જ્યારે તને યાદ કરુ છું અને મારા મુખ પર સ્મિત આવે છે ને,
એ એહસાસ છે પ્રેમ..
જ્યારે આપણે ના મળીયે અને એ વિરહ માં મન ઉદાસ થાય છે ને,
એ એહસાસ છે પ્રેમ..
જ્યારે તું મળે છે અને આલિંગન કરે અને હું તારા ધબકારા ને મેહસૂસ કરું છું ને,
એ એહસાસ છે પ્રેમ..
જ્યારે આપણી તકરાર મા આપણે વિતાવેલા પલો ને યાદ કરીને મન મનાવી લઉં છું ને,
એ એહસાસ છે પ્રેમ..
જ્યારે તું વિદા થઈને આવી આપણા ઘરે અને મે પહેલી વાર વ્હાલ થી તારા માથા પર હાથ ફેરવ્યો ને,
એ એહસાસ છે પ્રેમ..
જ્યારે તે આપણા બાળક ને જન્મ આપ્યો અને એની નાનકડી આંખોમાં પહેલી જ ક્ષણે તારી છવી જોઈને,
એ એહસાસ છે પ્રેમ..