STORYMIRROR

Sandip Pujara

Romance

3  

Sandip Pujara

Romance

એક છોકરી ભીંજાણી

એક છોકરી ભીંજાણી

1 min
346

​સાવે કોરીકટ્ટ હતી જે, એ ઈચ્છાને દ્રશ્ય ગયું એક તાણી,

વરસાદમાં જ્યારે એક છોકરી ભીંજાણી,


સરરર કરતો આવ્યો પવન એણે બારી જ્યાં અડધી ઉઘાડી,

ઉઘાડી આંખોના પાટા ઉપર પછી દોડી ગઈ સપનાની ગાડી,

ટપ્પ ટપ્પ ગાલ પર ફોરા પડે ને એનું સંગીત હૈયામાં વાગે,

વરસાદી બૂંદો આ જાણે કે અવસર ઉર્મિઓ વાવવાનો લાગે,

પકડ્યું છે જોર હવે વરસાદે, જ્યાં મને જોઈ એ સહેજ શરમાણી,

વરસાદમાં જ્યારે એક છોકરી ભીંજાણી,


નખશીખ નીતરતી જોઈ એને હું તો ભીતરથી ભડ ભડ ભડકો,

સીવીને હોઠ બેઉ આંખોથી મોકલે છે કહેણ, મને અડકો

હાથોમાં હાથ લઈ ભુલાવી ભાન સાન દાબી મે સહેજ એની આંગળી,

વાદળનાં ટોળાને શરમાવે એવી એની આંખોથી વરસી છે વાદળી,

બારેય મેઘ પછી ખાંગા થયા જયારે આવીને બાથમાં ભીંસાણી,

વરસાદમાં જ્યારે એક છોકરી ભીંજાણી,


સાવે કોરીકટ્ટ હતી જે, એ ઈચ્છાને દ્રશ્ય ગયું એક તાણી,

વરસાદમાં જ્યારે એક છોકરી ભીંજાણી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance