STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

એક બનો

એક બનો

1 min
310

એક બનો રે તમે એક બનો રે,

ચેહર મા કહે છે તમે સાથે રહો રે,


હું જ્ઞાની, તું અજ્ઞાની એ છોડો રે,

હું જ કર્તા તું નકામો છે રે;

એવી નિંદારસ છોડી દો રે,


પરસ્પર ભાવના સમજી રહો રે,

ખોટી હોંશિયારી છોડી દો રે;

તો જ મારું મન હરખે રે,


એકસરખા નથી માનવીઓ,

સરખામણી શીદ કરો રે;

ભેદભાવ છોડીને એક રહો રે,


આ કામનો ને આ નકામો છે,

ખોટાં તફાવત છોડી દો રે;

અન્યાય છોડી ન્યાયથી જીવો રે,


એક માળનાં મણકા બની રહો રે,

તમારી પેઢીઓની તારણહાર;

તમારી એકતા જોઈ હરખે રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational