STORYMIRROR

MILAN LAD

Romance

3  

MILAN LAD

Romance

એક ભૂલ કરી લઈએ

એક ભૂલ કરી લઈએ

1 min
17.5K


"તું" ને "હું" મળી

ચાલને શૂન્ય થઇ જઈએ

ઓઢણીની આડમાં

ક્યાંક છૂમંતર થઈ જઈએ.


થોડો પ્રેમ "હું" શીખવીશ

થોડો પ્રેમ "તું" મને શીખવજે

પછી પ્રેમના વિષયમાં

બંને પાક્કા થઇ જઈએ.


મધુર બની વાયરો

મંદ મંદ વાય એ પહેલા

આંગળીઓ પરોવી

કેશ તારા મુક્ત કરી દઈએ


જોબનની છાવમાં

શીશ મારું "હું" રાખું

નજરમાં નજર પરોવી

એકબીજામાં મુગ્ધ થઇ જઈએ


મનથી મન ભેળવી,

હોઠોને એકરૂપ બનાવી

પ્રકૃતિની સોડમાં

પ્રણયની આ પહેલી

ચાલને, એક ભૂલ કરી લઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance