એક આત્માને બે ખોળિયા
એક આત્માને બે ખોળિયા
એકલતાના આ ઉનાળે અમે તો ખૂબ તપ્યા,
એમને આવીને એમને પ્રેમકેરા રંગમાં બોળ્યા,
એવા મધુર પ્રેમ રંગે રંગાયા અમે બંને જણા કે,
એમાને એમા અમે બંને આખી દુનિયાને ભૂલ્યા,
"સરવાણી" પ્રેમમાં પાગલ બનેલા અમે બંને,
પ્રેમીઓએ રણમાં પણ પ્રેમના બીજ રોપ્યા,
પિંજરા જેવા આ બંધનોમાંથી મુક્ત થઈને,
અમે બંને પંખીની જેમ ખુલ્લા આકાશે ઊડ્યા,
"સરવાણી" આ દુનિયા પણ દિવાની બનીને,
કહેવા લાગી આ તો એક આત્માને બે ખોળિયા.

