એ યાદો
એ યાદો
તમારી યાદોમાં જ્યારે હું ખોવાઈ જાઉં છું,
સાચું કહું છું દિલથી બહુ ઘવાઈ જાઉં છું !
તમારાં દ્વાર સુધી જવાની પહોંચ નથી એથી,
નીકળું જો મળવા ત્યાં જ અટવાઈ જાઉં છું !
હજુ પણ ભ્રમ છે તમારી હાજરીનો એટલો,
થોડો અવાજ થાય ને હું હેબતાઈ જાઉં છું !
નથી કોઈ વાત કે જેથી પામી શકું હું ખુશીને,
દર્શન થાય જો તમારા તો મલકાઈ જાઉં છું !
ને ઈચ્છા શાને રાખવી હવે નસીબથી 'ઉમંગ',
સંબંધ મળે મજાનો ત્યાં જ બંધાઈ જાઉં છું !

