Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Kachoriya

Inspirational Children

4  

Rekha Kachoriya

Inspirational Children

એ તો બસ પપ્પા

એ તો બસ પપ્પા

1 min
219


મન જ્યારે મૂંઝાય ને કોઈ રસ્તો ન સૂઝે,

ત્યારે સાચી રાહ બતાવતું કોણ ? 

એ તો બસ પપ્પા !


નારિયેળ જેવા, કાયમ આપતાં ઠપકો, પણ

સંતાનોની ચિંતામાં સતત સળગતું કોણ ? 

એ તો બસ પપ્પા !


સંતાનોને શું ગમશે ? શું નહીં ગમે !

વર્ષો પછી પણ કાળજી રાખતું કોણ ?

એ તો બસ પપ્પા !


આંખના ખૂણા અશ્રુથી ભીનાં થયાં નહીં કદી,

ને દીકરીની વિદાયમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડતું કોણ ?

એ તો બસ પપ્પા !


કેમ બેટા મજામાં ને ? બધું બરાબર તો છે ને ?

માઈલો દૂર વસતી દીકરીની ચિંતા કરતું કોણ ?

એ તો બસ પપ્પા !


માતૃત્વ ને પિતૃત્વ કદાચ અલગ હોઈ શકે, પણ

આફત ટાણે ઢાલ બનીને હૂંફ આપતું કોણ ?

એ તો બસ પપ્પા !


સઘળી અપેક્ષાઓ ને સપના પોતાનાં ત્યજીને,  

બાળભાવિ માટે, વર્તમાન ગીરવે મૂકતું કોણ ?

એ તો બસ પપ્પા !


જિંદગી આખી જેણે કરકસરમાં જ વિતાવી,

ને સંતાનનું કાયમ એ.ટી.એમ. બનતું કોણ ?

એ તો બસ પપ્પા !


છે વટવૃક્ષ, છે આધાર, છે ઘરનો મોભ પિતા,

કઠોર બનીને સંસાર સાગરમાં તરતાં શીખવતું કોણ ?

એ તો બસ પપ્પા !

(માતૃદેવો ભવઃ,પિતૃદેવો ભવઃ, પૂજે છે   

    વિનાયકજી,

  હું પૂજુ મારાં માત-તાતને ઈશ આપજો સદા એવી મતિ.)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational