એ રસીલી મધમીઠી
એ રસીલી મધમીઠી
ચોકલેટ સાથ મિલાપ હોય, તો લાગે મળવું મીઠું,
મનનો મેળ ચોકલેટ સંગ હોય તો લાગે સારું મીઠું !
ક્યારેક ખાટું, ક્યારેક મીઠું --
જીવનમાં અવઢવ, અંદેશો ને આંધી,
એવામાં ય મીઠી એ જાય મળી,
તો હૈયામાં ઉમટતાં વ્હાલને બાંધી.,
પછી તો જાણે ભાંગે ભૂખ ભવની, બાળકોની પ્યારી.
તોડી ભ્રમને અવિશ્વાસનાં જાળાં, એ નિરાંત ભરતી !
હોય બધુ બંધ તો ખોલી એ---
ભીતર આવી મીઠાશ ઊગાડી,
ને લીંપી પડછાયાં પ્રીતે સ્નેહનાં,
ચોકલેટ એ મીઠી મધ રૂડી,
મને સાથ લઈને મારામાંથી, મિત્રોને સંગ એ ન્યારી,
પ્રવાસે ક્યાંની ક્યાં લઈ જાય ઉપાડી, સ્નેહે સંગત ધરતી !
જગ આખું મીઠુંમધ લીંપાય એહથી,
સ્વથી એ અન્ય સર્વેને કરે રસીલી મધમીઠી,
સૌમાં છલક છલકે શ્વાસે મીઠાં સ્પંદ,
જાણે પધાર્યા પ્રભુ આંગણે ચોકલેટ દિવસે..!
