એ પડઘો,એજ મારો શ્વાસ
એ પડઘો,એજ મારો શ્વાસ


એ પડઘો,એજ મારો શ્વાસ !
હું જોઉં નિર્મળ સરીતામાં ને,
મારું પડે તેમાં પ્રતિબિંબ;
એ મુજને જાણે કહેતું હોય,
'મનનું સૌંદર્ય' વહે છે તુજમાં !
એવો પડે એ પડઘો, એજ મારો શ્વાસ !
હું જાઉં અડગ પર્વતોની વચ્ચે ને,
બોલું જે ઊંચા સ્વરે;
એજ મુજને જાણે કહેતું હોય,
'જીવનમાધુર્યનું શિખર' છે તુજમાં !
એવો પડે એ પડઘો, એજ મારો શ્વાસ !
હું જાઉં મૃદુ પુષ્પોની સમીપ,
નેસૌરભ મળે જે મુજને;
એ મુજને જાણે કહેતી હોય,
ઈશ અર્પિત 'હ્દયકમળ' છે તુજમાં !
એવો પડે એ પડઘો, એજ મારો શ્વાસ!
હું જોઉં તેજસ્વી નિસર્ગની ક્ષિતિજે,
એ ઘડીએ પણ રવિ લાલાશે !
એ મુજને જાણે કહેતો હોય,
ન છોડીશ 'સ્વપ્નઆશ' નીત તુજમાં !
એવો પડે એ પડઘો, એજ મારો શ્વાસ !
હું સર્જુ સ્વપ્નમાં નવલું નજરાણું,
ને એજ સર્જે મુજને;
એ મૌન અંતરમન જાણે કહેતો હોય,
ખીલે છે 'સ્વપ્નીલ' જીવનપુષ્પમાં!
એવો પડે એ પડઘો, એજ મારો શ્વાસ !