STORYMIRROR

Heena Pandya (ખુશી)

Drama Romance

4  

Heena Pandya (ખુશી)

Drama Romance

એ નજરના જામથી

એ નજરના જામથી

1 min
203

એ નજરના જામથી મુજને ચળાવે છે.

શી નજરબંધી કરી પાછળ ભમાવે છે.


મીઠડું બોલી ઘણું આજેય લોભાવે,

પ્રેમ સામેથી પરાણે તો કરાવે છે.


માંગવાને હાથ એનો જો પછી કેવું?

આ ધરા પર ગોઠણીયે એ નમાવે છે


ક્યાં કશી છે કાલની આજે ફિકર એને,

રાત પડતાં રોજ મળવાનું જણાવે છે.


ચાંદ માંગે છે, કરું પણ શું હવે જો'ને,

વાયદા પણ એ કરાવીને પળાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama