Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Romance

4  

Rekha Patel

Romance

એ મુલાકાત

એ મુલાકાત

1 min
259


પુનમની અજવાળી રાતની એ મુલાકાત, 

યાદ છે મને પ્રીતનાં ઝાંઝરની એ મુલાકાત. 


હતાં કેવાં ગુલતાન આપણે પારેવડાની જેમ, 

પહેલાં પ્યારનાં પ્રથમ સ્પર્શની એ મુલાકાત. 


ના તું કંઈ બોલ્યો, ના હું કંઈ બોલી, બસ, 

મૌનની સરવાણી વચ્ચેની એ મુલાકાત. 


આંખોમાં ઈજન હતું પ્યારનું ને જામ ટકરાયાં, 

આતો નજરોનાં જામની હતી એ મુલાકાત. 


રાતરાણીની મહેક મહેકાઈ ગઈ સારી કાયનાતમાં, 

ને તું આવી ફોરમાય ગઈ હતી એ મુલાકાત. 


શીતળ પવનને પણ વહેવું છે શરમ છોડીને, 

જો, હું ઊભો છું બાંહ ફેલાવીને, એ મુલાકાત. 


"સખી" આવું છું તારી બનીને તારી પાસે તને આલિંગવા, 

ધબકતા બે દિલની બની એ મુલાકાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance