STORYMIRROR

Masum Modasvi

Romance

3  

Masum Modasvi

Romance

એ જ પાછાં

એ જ પાછાં

1 min
14.1K


નયનમાં સમાયા હતાં એ જ પાછાં, 

ભરભ માં ભરાયાં હતાં એ જ પાછાં. 

જગી આરજુ આસરાની દબાવી,

ઇરાદે તણાયા હતાં એ જ પાછાં. 

સફરમાં સમીપે રહી ચાલનારા,

કદમ ડગમગાયા હતાં એ જ પાછાં. 

વટાવી ગયેલાં હદો ભાવનાની,

વલણમાં દબાયાં હતાં એ જ પાછાં. 

ઉમીદો જગેલી ફગાવી બધીયે,

પ્રણયમાં ડઘાયાં હતાં એ જ પાછા.

દરશની લગીને નજરમાં ભરીને,

નકાબે છુપાયા હતાં એ જ પાછાં. 

ભરી ધારણાએ ચલી સાથ માસૂમ, 

છતાં ભોરમાયા હતાં એ જ પાછાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance