STORYMIRROR

Jay D Dixit

Inspirational

4  

Jay D Dixit

Inspirational

એ જ આખી ખર્ચી નાખી.

એ જ આખી ખર્ચી નાખી.

1 min
323

જેને જીવવાની મથામણમાં,

એ જ આખી ખર્ચી નાખી,

વાત એ જિંદગી છે,

જે જાતે જ આપણે વિખેરી નાખી.


નામ, ઓળખ, પૈસો,

રુઆબ, ધાક, ડર ને પ્રસિધ્ધિ,

ઘડિયાળના બે કાંટા વચ્ચે,

આ મેળવવા જેને વેચી નાખી.


હું અને મારું, પરિવાર, હક

અને ફરજોની અધખૂલ્લી બારી,

શાંતિના કમાડ ઉઘાડવા,

જેને અશાંતિમાં સોંસરવી ઝોંકી નાખી.


બસ, બધું મેળવી ને,

ઉલેચી લેવાની લાલસા અને લલૂપતા,

ભેગું કરી સઘળું જેને સફેદ કફને,

લપેટી ચાર કાંધે વહેંચી નાખી.


ન સમજાયું ક્યારેય, અનન્ય છે,

અનમોલ છે, અનોખી છે,

જીવી લેવી જોઈતી હતી,

જેને હરક્ષણ અંત તરફ ધકેલી નાખી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational