STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Classics

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Classics

એ દિવાળી ખોવાઈ ગઈ

એ દિવાળી ખોવાઈ ગઈ

1 min
358

એ દિવાળી ખોવાઈ ગઈ, ખોવાઈ ગયું એ સુખ,

હવે તો ક્યાં જઈ શકાય છૂટ્ટિમાં, જોવા મામાનું મુખ.


જ્યાં દાદા, દાદી, કાકા, કાકી હતા ખોવાઈ ગયો એ જમાનો,

લૂંટાઈ ગયો જાણે અમારો એ કિંમતી ખજાનો !


જ્યાં ગિલ્લી દંડા આંબલી પીપળી રમતા, એ ગુમ થઈ ગયા ઝાડ,

હવે તો કોણ જાણે કેવો વળગ્યો બધાને સોશ્યલ મિડીયાનો વળગાડ !


સૌના હૈયે હૂંફ હતી, વાણીમાં હતી મીઠાશ,

ફેસબુક અને વોટ્સેપ સાથે થઈ ગયું બધું ખલાસ.


ખોવાઈ ગઈ એ તહેવારોની ખૂબ મજા,

જાણે આ જીવન પણ લાગે હવે સજા.


ભાઈ બહેનોની હતી યાદગાર મજાક મસ્તી,

ખુશીઓ હતી જાણે ત્યારે સાવ સસ્તી !


આંગણામાં સાથે મળી સર્જાતી સુંદર રંગોળી,

સાથે મળી સૌ ખુશિયા લાવતા ઢંઢોળી.


કોણ જાણે ઘડીકમાં ગાયબ થઈ ગયું બચપન !

જાણે ઉજ્જડ થઈ ગયું હર્યું ભર્યું ઉપવન !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy