એ ચુંબકીય ચહેરો
એ ચુંબકીય ચહેરો
મારા રોમેરોમમાં વસી ગયો એ ચહેરો,
પળ પળ મારા વિચારોમાં ભળી ગયો એ ચહેરો,
કમળ જેવું વદન, લાંબા એના કેશ, ગુલાબી છે ગાલ એના,
મારી કવિતામાં શબ્દો બની ઢળી ગયો એ ચહેરો,
સુંદર મુખાકૃતિ એની પ્રભાવશાળી એનો ચહેરો,
પથ્થર દિલને મીણ બનાવી ગયો એ ચહેરો,
સંગેમરમરની જાણે એ મૂરત !
કોઈ અપ્સરાથી કમ નથી એની સુરત,
હૈયાને વિહવળ કરી ગયો એ ચુંબકીય ચહેરો.

