STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

એ બાજીગર પિતા

એ બાજીગર પિતા

1 min
251

આ મારી દુનિયાના જાદુગર છે,

ગજબ બાજીગર પિતા,

વિષ ને અમૃત બે ય પાતા,

અને આપે જ્ઞાનની સમજ પિતા.


અજબ ગજબ રીતે ચલાવે,

વ્યવહાર ઘર અને બહારનો,

હારે, થાકે તોય પરિવાર માટે,

સદાય દોડતા છોડી વિચાર જાતનો.


પરિવાર બનાવી આબાદ,

જે સંતાઈ રહેતા એમાં,

નજર રાખે ઝીણી આંખે,

જુવે છે તકલીફ એમાં.


બાજીગર બનીને રહ્યા જગમાં,

ના હાર માની કદી,

બાળકોની ખુશીઓ આપવાં,

ઝઝુમતા રહ્યા, ના થાકે કદી.


વારા અને જરૂરિયાત પ્રમાણે,

સુખ વહેંચે બાજીગર બની પિતા,

સમજી વિચારીને કરે ખર્ચ તો પણ,

આખર તારીખમાં ખેચ ભોગવે પિતા.


નિયમોના અનુસંધાને ચાલે,

ના કરે એમાં ફેરફાર પિતા,

પણ પોતાની વાતને,

મનાવવા ના કરે જિદ પિતા.


વિના લાકડીએ ફટકારીને,

મેલે એમાં એ વ્હાલનો અમીરસ,

સમજતાં સૌની ભાવના,

અને આંખોથી પાતાં અમીરસ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational